षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)
Shodasha Grantha of Mahaprabhu Vallabhacharya with Commentary
महाप्रभु वल्लभाचार्य द्वारा
पृष्ठ 147, कुल 408 में से
संदर्भ में पढ़ें૭ સદ્ગત તનસુખરામભાઇદ્વારા પ્રાપ્ત. પત્ર ૫.
૮ પં. ગઠ્ઠૂલાલાજીનું, પત્ર ૪. પ્રાચીન.
૯ પં. ગઠ્ઠૂલાલાજીનું, પત્ર ૩.
૧૦ અસ્મદીય.
૧૧ શ્રીનાથદ્વારનું મુદ્રિત.
ઉપર જણાવેલાં દશ હસ્તલિખિત અને એક મુદ્રિતના આધારે આ ટિપ્પણીનું શોધન-
મુદ્રણ થયું છે.
૪ શ્રીપુરુષોત્તમજીનો પ્રકાશ નીચે જણાવેલા પુસ્તકોને આધારે શોધીને મુદ્રિત કર્યો છે.
૧ નડીઆદના વૈષ્ણવભાઈ રુકિમણીનું, પ્રાચીન શુદ્ધ.
૨ કોટાના શ્રીમન્મથુરેશજીના સંગ્રહમાંનું, ત્રુટિત.
૩ શ્રીવલ્લભલાલજીનું. આપશ્રીએ કૃપા કરીને કામવનના સંગ્રહમાંથી મોકલાવેલું. શ્રીપુરુષો-
ત્તમજીના પ્રકાશની આ પ્રતિ દ્વિતીય આવૃત્તિરૂપ લાગે છે. કારણકે આમાં કૌંસમાં
મુદ્રિત કરેલા ભાગો અન્ય હસ્તલિખિત પ્રતોમાં અને શ્યામજીશાસ્ત્રીની મુદ્રિત
પ્રતમાં જોવામાં આવ્યા નથી. છતાં લેખન પદ્ધતિથી એ ભાગો શ્રીપુરુષોત્તમજીનાજ
હોય, એમ દિશે છે. શ્રીગુસાંઈજીની માફક શ્રીપુરુષોત્તમજીએ પણ એકવાર પો-
તાનો લખેલો પ્રકાશ પ્રચલિત થઈ ગયો હોય, ત્યારપછી આ ભાગ ઉમેર્યા હોય,
એમ સંભવિત છે.
૪ શ્રીનાથદ્વારનું મુદ્રિત.
૫ શ્રીવલ્લભજીની ટિપ્પણી નીચે જણાવેલાં પુસ્તકોને આધારે શોધીને છાપી છે.
૧ નડીઆદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીનું, આ પુસ્તક મૂલ લાગે છે. પ્રથમ આ ટીકા
શ્રીવ્રજનાથજીએ લખેલી અને તે પોતાના ગુરુ શ્રીવલ્લભજી ઉપર મોકલી આપેલી,
અને શ્રીવલ્લભજીએ પોતે જ્યાં લાગ્યું ત્યાં સુધારા વધારા કર્યા પછી આ ટીકા પ્રચ-
લિત થઈ હોય, એમ દિશે છે. આ પ્રતિમાં થએલા સુધારા અને ઘટાડા મૂલગ્રંથ-
પ્રયોજકે પોતાના શ્રીહસ્તથી કર્યા હોય, એમ દિશે છે. આ પ્રકારની આ શોધેલી
આવૃત્તિ શ્રીવિઠ્ઠલેશાત્મજ શ્રીવલ્લભના નામથી સંપ્રદાયમાં પ્રસિદ્ધ થએલી છે.
અને મૂલપ્રતિ જેનાઉપર આ શોધ કરવામાં આવેલો છે, તે શ્રીરઘુનાથાત્મજ શ્રીવ્રજ-
નાથજીના નામથી સંપ્રદાયમાં પ્રચલિત છે. આ રીતની આ ગુરુશિષ્યની સેવાફલની
બે ટીકાઓ પણ જોવામાં આવી છે. આમાં બાર પત્ર છે.
૨ શ્રીવલ્લભલાલજીનું, પત્ર ૧૦
૩ પં. ગઠ્ઠૂલાલાજીનું, નૂતન. પત્ર ૧૧.
૪ પં. ગઠ્ઠૂલાલાજીનું, ત્રુટિત.
૫ ભગવદીય મનમોહનદાસભાઈનું, નૂતન.
૬ શ્રીનાથદ્વારનું મુદ્રિત પુસ્તક.
૬ ઉપર પ્રમાણે જણાવેલી શ્રીવ્રજનાથજીની ટિપ્પણી નીચે જણાવેલા પુસ્તકોને આધારે
શોધીને છાપી છે.
૧ પં. ગઠ્ઠૂલાલાજીનું, પત્ર ૧૧.
૨ શ્રીમન્મથુરેશજીના સંગ્રહમાંનું, પત્ર ૧૫.
૩ પં. ગઠ્ઠૂલાલાજીનું.
૪ ભગવદીય મનમોહનદાસનું.