सामग्री पर जाएँ
सर्वकोश
षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

Shodasha Grantha of Mahaprabhu Vallabhacharya with Commentary

महाप्रभु वल्लभाचार्य द्वारा

DevanagariHindipublished408 पृष्ठ

पृष्ठ 145, कुल 408 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 145

દ્વિતીય આવૃત્તિમાં મુદ્રિત પુસ્તકના પૃષ્ઠ પાંચ, પંક્તિ પાંચ, एवम्થી ઉચ્ચતે સુધીનો ભાગ
આપશ્રીએ ઉમેર્યો છે એમ લાગે છે. અને તૃતીય આવૃત્તિમાં એ જ અધિક ભાગને ફરીથી
લખ્યો છે. આ ફરીથી લખેલો ભાગ તેજ પૃષ્ઠ ઉપર અમે ટિપ્પણમાં ધર્યો છે. પરંતુ આ
ભાગ આપશ્રીએ ઉમેર્યો તેની સાથે પૃષ્ઠ ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, અને ૫૧ પૃષ્ઠો
ઉપર કૌંસમાં જણાવેલા ભાગો પણ ઉમેર્યા. આ કૌંસમાં જણાવેલા ભાગોની ભાષા તો
શ્રીમત્પ્રભુચરણની જ લાગે છે, અને મૂલ ગ્રન્થનો આશય બહુ સ્ફુટ રીતે બોધે છે છતાં,
શ્રીગોકુલેશ, શ્રીકલ્યાણરાયજી, શ્રીપુરુષોત્તમજી, શ્રીવલ્લભજી, શ્રીવ્રજનાથજી આદિ કોઇ એ
ભાગોનો ઉપન્યાસ પોતાની ટીકામાં કરતા દિશતા નથી. અમે સંગૃહીત કરેલી શ્રીગુસાંઇજીની
વિવૃતિની પ્રતોમાં કેટલીક તો અત્યન્ત પ્રાચીન અને પ્રામાણિક દિશે છે. ચાચા શ્રીગોપેશજીના
નામની એક પ્રતિ તો છે, પરંતુ આ પ્રાચીન પ્રતોમાં કોઇનામાં પણ કૌંસમાં જણાવેલા ભાગો
નથી. એટલે એ ભાગો શ્રીમત્પ્રભુચરણની વિવૃતિમાં કોઇએ પાછલથી ઉમેર્યા એમ કહેવામાં
પ્રતિબંધ એટલો જ રહે છે કે આ ભાગોની ભાષા શ્રીમત્પ્રભુચરણની નથી એમ કહી શકાતું
નથી. તેમાં વલી આ ભાગો મૂલ ગ્રન્થનું શ્રીમત્પ્રભુચરણની રીતિથી જ વ્યાખ્યાન કરે છે. અને
જ્યાં ટીકાકારકૃત વ્યાખ્યાન અને આ કૌંસમાંના ભાગોમાં આપેલું મૂલગ્રન્થનું વ્યાખ્યાન સર-
ખાવીએ છીએ ત્યાં સર્વત્ર ટીકાકારના સ્વતંત્ર વ્યાખ્યાન કરતાં આ કૌંસમાં કરેલું વ્યાખ્યાન
વિશેષ વિશ્વસનીય લાગે છે. આથી ફલિત એ થાય છે કે પ્રથમ શ્રીમત્પ્રભુચરણે આ વિવૃતિ
લખી, અને તેની પ્રતિઓ સર્વત્ર પ્રચલિત થઈ ગઈ, ત્યાર પછી કોઈ કૃપાપાત્ર ભગવદીયની
ઇચ્છાથી કે નિજેચ્છાથી આપશ્રીએ મૂલગ્રન્થ જ્યાં જ્યાં વિશેષ વ્યાખ્યાનસાપેક્ષ લાગ્યો ત્યાં ત્યાં
આ કૌંસમાંના ભાગો ઉમેર્યા. આને લીધે ટીકાકારોની પ્રાચીન પ્રતિઓમાં તે ભાગ ન આવ્યા.
પરંતુ આ પણ અમારે જણાવવું જોઇએ કે આવી તૃતીય આવૃત્તિની કોઇ બહુ પ્રાચીન પ્રતિ
અમને મલી નથી. સંગૃહીત કરેલા પુસ્તકો નીચે પ્રમાણે છે.
૧. પં. ગટ્ટૂલાલાજીનું. પ્રાચીન, શુદ્ધ પત્ર ૬. પ્રથમ આવૃત્તિ.
૨. પં. બલભદ્રશર્માનું. મૂલ શ્રીઘનશ્યામાત્મજ શ્રીગોપેશનું. પત્ર ૧૬. પ્રાચીન તથા શુદ્ધ,
પ્રથમ આવૃત્તિ.
૩. શ્રીગોપાલાત્મજ શ્રીયદુનાથનું. શુદ્ધ, પ્રાચીન. પ્રથમ આવૃત્તિ. પત્ર ૬. ગટ્ટૂલાલાજીના
સંગ્રહમાંથી પ્રાપ્ત.
૪. શાસ્ત્રી ભદ્રશંકર ખંભાતવાલાનું. સંવત્ ૧૮૫૩. માર્ગ. વદિ ૧૧. મૂલ દીક્ષિત મંચ્છા-
રામાત્મજ ઉત્તમરામે શ્રીગૌડમાલવિએ ભરૂચમાં લખેલું. પત્ર ૭. સાધારણ. પ્રથમ
આવૃત્તિ.
૫. શ્રીજીવનલાલજીના સંગ્રહમાંનું. પત્ર ૫. વાંચેલું. નૂતન. સં. ૧૮૮૧. આશ્વિન વદિ ૪.
મંગલ. પ્રથમ આવૃત્તિ.
૬. પં. ગટ્ટૂલાલાજીનું. નૂતન. પ્રથમ આવૃત્તિ. શોધિત. પત્ર ૭.
૭. શ્રીજીવનલાલજીનું. સં. ૧૮૨૦. આશ્વિન સુદિ ૧૩. પત્ર ૪. પ્રથમ આવૃત્તિ.
૮. શ્રીજીવનલાલજીનું. સં. ૧૮૮૮. આશ્વિન સુદિ ૧૧, સોમ. પત્ર ૭. પ્રથમ આવૃત્તિ.
૯. રા. વાડીલાલભાઈ પાસેના વૈષ્ણવપરિષત્સંગ્રહમાંનું. નૂતન. પત્ર ૮. તૃતીય આવૃત્તિ.
કૌંસમાં જણાવેલા સર્વ ભાગોવાળું.
૧૦. શ્રીવલ્લભલાલજીનું. સં. ૧૭૫૭. માઘ સુ. ૧૦. શુધ. પ્રથમ આવૃત્તિ.
૧૧. પં. ગટ્ટૂલાલાજીનું. બહુ જૂનું નહિ. પત્ર ૧૨. તૃતીય આવૃત્તિ. સર્વ વધારા સાથે.
૧૨. શ્રીજીવનલાલજીનું. શ્રીગોકુલેશકૃત ટીકાસહિત. પત્ર ૮. પ્રથમ આવૃત્તિ.